આદિપુરમાં મકાનમાંથી એક લાખના શરાબના જથ્થા સાથે  શખ્સ ઝડપાયો

copy image

copy image

આદિપુરમાં વોર્ડ 6-એ વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી પોલીસે રૂા. 1,02,980ના અંગ્રેજી શરાબ સાથે એક શખ્સને  પકડી પડ્યો હતો ,પરંતુ આ જથ્થો  ક્યાંથી  આવ્યો હતો  તે બહાર આવ્યું ન હોતું . આદિપુરમાં વોર્ડ 6-એ વિસ્તારમાં મેઘપર બોરીચી બાગેશ્રી સોસાયટીના શખ્સે એક મકાનમાં દારૂ સંતાડયો હોવાની પૂર્વ  બાતમીના આધારે પોલીસે 6-એના પ્લોટ નં. 69માં કાર્યવાહી કરી હતી. આ મકાનનો  દરવાજો અડધો  ખુલ્લો હતો ત્યારે પોલીસ ત્યાં પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. તેને સાથે રાખી મકાનમાં  તપાસ  દરમિયાન અંદર  સફેદ, વાદળી રંગની થેલીઓ  મળી હતી, જેમાં અખબારોમાં વીંટળાયેલી દારૂની બોટલો  નજરે પડી હતી. આ મકાનમાંથી  750 એમ.એલ.ની મેજિક મોમેન્ટસની 33, બ્લેન્ડર્સ પ્રાઇડની 15, 375 એમ.એલ.ની રોયલ ચેલેન્જની 74, બ્લેન્ડર્સ પ્રાઇડની 22 તથા 180 એમએલના રોયલ ચેલેન્જના 68,  એન્ટીક્યુટીના 137 તથા ઓલ સિઝનના 23 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 1,02,980નો અંગ્રેજી શરાબ જપ્ત  કરવામાં આવ્યો હતો. ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલો આ માલ ક્યાંથી આવ્યો હતો  કોણ આપી  ગયું હતું તે બહાર આવ્યું  ન હતું .