ખારીરોહરમાં વીજલોડ વિભાજનની કામગીરી કરવા ગયેલી વીજતંત્રની ટીમ ઉપર હુમલો 

copy image

copy image

ગાંધીધામ તાલુકાના ખારીરોહર ગામમાં વીજલોડ વિભાજનનું કામ કરવા ગયેલી  વીજતંત્રની ટીમના બે લોકો ઉપર ચાર શખ્સોએ  હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસ મથકે  ફરિયાદ  નોંધાઇ હતી. આદિપુર રામબાગ સબ ડિવિઝન પી.જી.વી.સી.એલ.ની ટીમ  સવારના આરસામાં  ખારીરોહર  ગામે વીજલોડ વિભાજનની કામગીરી કરવા માટે ગઇ હતી, જેમાં  ફરિયાદી  ડેપ્યુટી ઇજનેર   તથા જુનિયર ઇજનેર  કુંભારવાસમાં હતા, જ્યારે બે શખ્સ  અને ડ્રાઇવર મહાદેવ મંદિર ફળિયામાં વીજલોડ વિભાજન તથા મેન્ટેનન્સ  (રખરખાવ)ની  કામગીરી કરી રહ્યા હતા, ત્યારે ડ્રાઇવરએ ફરિયાદીને ફોન કરી એક શખ્સનાં ના ઘર પાસે મેન્ટેનન્સની કામગીરી કરતી વખતે વીજતંત્રની લાઇનમાં તેમણે  બિનઅધિકૃત રીતે વીજ જોડાણ લીધું હોવાનું અને તે જોડાણ કાપવા ન આપતા  હોવાનું જણાવ્યું હતું. જેથી ફરિયાદી ત્યાં જતાં  તે શખ્સ  તથા અન્ય ત્રણ  અજાણ્યા શખ્સે ફરિયાદી તથા તેમની ટીમના શખ્સને  ને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સરકારી કર્મચારી પર હુમલો અને ફરજમાં રુકાવટના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ  નોંધી આગળની કાર્યવાહી   હાથ ધરી હતી .