ખાવડામાં ફલોરિંગ મશીનમાં માથું ભટકાતાં યુવાનનું મોત
copy image

ખાવડામાં ખાનગી કંપનીમાં ફલોરિંગ મશીનના હેલ્પર તરીકે કામ કરતા મધ્યપ્રદેશના યુવાનને કામ કરતી વખતે તેનું માથું મશીન સાથે અથડાતાં તેને ઈજા થવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું.પ્રાપ્ત માહિતી મુજબ ખાવડામાં આર.ઈ. પાર્કમાં બી.કે.કન્સ્ટ્રક્શનમાં કામ કરતા મધ્યપ્રદેશના ૧૯ વર્ષનો યુવાન ફલોરિંગ મશીનમાં હેલ્પર તરીકે કામ કરતો હતો ત્યારે મશીનમાં તેનું માથું અથડાતાં તેને ગંભીર ઈજાઓ થવાથી સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેમનું સારવાર હેઠળ મોત થયું હતું. આ અંગે ખાવડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી