ગાંધીધામના એસટી બસ સ્ટેશનમાંથી બાઈક ચોરાઈ

chori-baik_1636470076
copy image

ગાંધીધામના એસટી બસ સ્ટેશનમાં પાર્ક કરેલી બાઈક કોઇ ચોર ઈસમ ચોરી કરી ગયો હતો.ગાંધીધામના બી ડિવિઝન પોલીસ મથકે શખ્સે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે ગત 19/5 ના સાંજ થી તા.20/5ના બપોરના અરસા દરમ્યાન તેમણે તેમની બાઇક એસટી બસ સ્ટેશન પર પાર્ક કરી હતી. ત્યારે કોઈ ચોર ઈસમ તે 40 હજારથી બાઈક ચોરી કરી ગયું હતું. ઉલ્લેખનીય  છે કે એસટી બસ સ્ટેશનથી અગાઉ પણ વાહન ચોરીની ઘટનાઓ બની ચુકી છે. ત્યારે સ્ટેશને સુરક્ષા વ્યવસ્થા વધારવી  તે જરૂરી બન્યું છે.