ગોલ્ડલોનના નામે ફાઈનાન્સ કંપની સાથે રૂા. 33 લાખની છેતરપિંડી

copy image

copy image

માધાપરમાં રહેતી અને ભુજની એક્સિસ બેંકમાં નોકરી કરતી મહિલાએ ગિરવે મૂકેલા સોનાના દાગીના છોડાવી અન્ય બેન્કમાં ગિરવે મૂકવાના બહાને સિમ્પલ પે ફાઈનાન્સ નમાની ખાનગી કંપની પાસેથી રૂા. 35 લાખની લોન મેળવી ફાઈનાન્સ કંપની સાથે જોડાયેલી એક્સિસ બેંકમાં ગોલ્ડ લોન ટ્રાન્સફર ન કરાવી તથા લોન પેટે લીધેલાં નાણાં પણ પરત ન આપવાના મામલે મહિલા વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવાઈ હતી. સિમ્પલ પે ફાઈનાન્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની અન્ય જગ્યાએ ગોલ્ડ લોન બંધ કરાવી કંપની સાથે જોડાયેલી બેંકમાં લોન ટ્રાન્સફર કરાવવાનું કામ કરે છે. ભુજની એક્સિસ બેંકમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતાં મહિલાઆઈ આઈએફલ નામની ફાઈનાન્સ કંપનીમાંથી રૂા.50 લાખની ગોલ્ડ લોન લીધી છે, તે બંધ કરાવી એક્સિસ બેંકમાં ટ્રાન્સફર કરાવવી હોવાનું જણાવી ગત તા.19-1ના સિમ્પલ પે ફાઈનાન્સ પાસેથી લોન મેળવવા અરજી કરી હતી. આ લોન અંતર્ગત તેમના આધાર-પુરાવા તપાસાયા બાદ રૂા.35 લાખની લોન મંજૂર થઈ હતી, જે રકમ ટુકડે-ટુકડે મહિલાના ખાતામાં જમા થઈ હતી. બાદમાં તે રકમ આઈઆઈએફએલમાં જમા કરાવી દાગીના છોડાવવાનું કહી નાણાં ઉપાડી લીધા બાદ એક્સિસ બેંકમાં લોન ટ્રાન્સફર ન કરાવી છેતરપિંડી કરી હતી. આ મામલે આરોપી મહિલાને અવાર-નવાર જાણ કરવા છતાં જુદા-જુદા બહાના અપાયા બાદ રૂા.2 લાખ જમા કરાવાયા હતા તથા પૈસા પરત આપવા બાબતે કાયદેસરનું લખાણરાવાયું હતું સાથે એસબીઆઈ બેંકના 3 ચેક અપાયા હતા, જે પણ પરત ફર્યા હતા. ત્યારબાદ ફરી બહાના બતાવી નાણાં પરત અપાયાં નહોતાં. આ મુદ્દે ફરિયાદીએ તેના પિતા તથા સગાં-સંબંધીને જાણ કરી હતી અને લોન પેટે મળેલાં નાણાં જુદી-જુદી વ્યક્તિઓના ખાતામાં ટ્રાન્સફર કરાયા હોવાનુ પણ ચર્ચાયું હતું. જો કે, પૈસા પરત આપી દેવાની ખાતરી અપાઈ હતી. અંતે નાણાં પરત ન મળતાં કંપની વતી મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .