લખુરાઈ પાસે જાહેરમાં આંકડાનો જુગાર રમતો શખ્સ ઝડપી પડાયો
copy image

ભુજ તાલુકાના લખુરાઈ ચાર રસ્તા પર આવેલી ચાની લારી પાસે જાહેરમાં જુગાર શખ્સને પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી આંકડાનું સાહિત્ય કબજે કરાયું હતું પોલીસે આપેલી માહિતી મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં લખુરાઈ ચાર રસ્તા પર આવેલી રોયલ ટી હાઉસ નામની ચાની લારી પાસે આંક ફરકનો જુગાર રમતા શખ્સને પોલીસે પકડી પાડયો હતો. તેની પાસેથી રોકડા રૂા. 320 તથા આંકડાનું સાહિત્ય કબજે કરી જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી