ભુજના ખત્રી પરિવારનો ગમખ્વાર અક્સ્માત: માતા-પુત્રનું મોત

ભુજના ખત્રી પરિવારની કાર  બપોરના આરસામાં  પાલી પાસે પલટી ખાઈ જતાં આ ગમખ્વાર અકસ્માતમાં માતા  અને તેના પુત્રનું મોત થયું હતું, જ્યારે  શખ્સ  અને તેના ત્રણ પુત્ર ઘાયલ થયા હતા શખ્સના પરિજનો પાસે મેળવેલી  વિગતો મુજબ  સાંજના આરસામાં  મગરીબ નમાજ પઢીને શખ્સ પોતાની નવી કાર મહિન્દ્રા કંપનીની   કાર લઈને  પરિવાર સાથે અજમેર શરીફ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના દરબારમાં સલામી અર્થે નીકળ્યા હતા. ભુજના હિના પાર્ક  ખાતે રહેતા અને શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા તથા મુંદરાથી પરણેલા શખ્સના પત્ની, પુત્રો ,સાથે ભુજથી કારમાં  નીકળ્યા બાદ ડીસા પાસે ગાડીમાં પંક્ચર થતાં પરિવાર સાથે રાત્રિ રોકાણ ડીસામાં કરી બીજા દિવસે  સવારે અજમેર  તરફ પ્રયાણ કર્યું હતું.  બપોરના આરસામાં  રાજસ્થાનના પાલી ગામના ઈન્દ્રાનગર પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 162 પર  ખત્રી પરિવારની કાર અકસ્માતે પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતનાં પગલે સ્થાનિકો તુરંત મદદે દોડી આવ્યા હતા અને હાથવગા સાધનોથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી એમ્બ્યુલન્સ તથા અન્ય વાહન વડે નજીકની લાંગર હોસ્પિટલમાં લઈ અવાયા હતા. મહિલા નું ગંભીર ઈજાઓના પગલે મૃત્યુ નીપજયું હતું, જ્યારે તેમના પુત્રે  રાત્રે સારવાર હેઠળ  અંતિમ શ્વાસ લીધા હતા. બાકીના શખ્સ અને તેમના ત્રણ પુત્રની સારવાર ચાલુમાં હોવાની વિગતો મળી હતી . આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં અસરગ્રસ્ત પરિવારો પાલી તરફ રવાના થઈ ગયા છે.