નર્મદા : મહારાષ્ટ્રમાંથી ઘુસાડાતો ગાંજો અને પોષડોડાના જથ્થા સાથે એક શંકુ પકડાયો

નર્મદા : મહારાષ્ટ્રમાંથી ઘુસાડાતો ગાંજો અને પોષડોડાના જથ્થા સાથે એક શંકુ પકડાયો
સાગબારા પોલીસ સ્ટેશનથી ફક્ત ૫૦૦ મીટર અંતરે વેચતા માદક પદાર્થો નર્મદા એસ.ઓ.જી.પોલીસે પકડી પડ્યા સાગબારા થી મહારાષ્ટ્ર બિલકુલ પાસેજ છે ત્યારે અવારનવાર મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં લાવતા માદક પદાર્થો પોલીસ દ્વારા ચેકીંગ દરમિયાન પકડી લેવાય છે, હાલમાં મહારાષ્ટ્રમાંથી સાગબારામાં લાવી અફીણ ડોડા અને ગાંજો જેવા માદક પદાર્થો વેચી રહેલા એક શંકુને નર્મદા એસ.ઓ.જી દ્વારા પકડી પાડી જેલ ભેગો કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના એમ છે કે સાગબારા પોલીસ સ્ટેશનથી ૫૦૦ મીટર દૂર સાગબારાના નિશાળ ફળીયામાં આ કામના શંકુ ભુપેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ સમેરસિંહ વસાવાનાએ બિન અધિકુત રીતે વગર પાસ પરમીટે પોતાની દુકાન (ગલ્લો) માંથી એક પ્લાસ્ટીકની થેલીમાં સમાચાર પત્રનાં કાગળનાં ટુકડામાં ગાંજાની પડીકી નંગ ૭ તથા બીજી એક પ્લાસ્ટીકની થેલીમાં સમાચાર પત્રનાં ટુકડામાં અફીણનાં પોષ ડોડાની પડીકીઓ નંગ ૬ તેમજ પોતાના કબજાનાં રહેણાંક મકાનમાં બે પ્લાસ્ટીકની થેલીઓમાં રાખેલ માંદક પદાર્થ ગાંજાનો જથ્થો તથા પડીકીમાં રાખેલ ગાંજો મળી કૂલ-જય્થો ૨ કીલો ૫૬૭ ગ્રામ ફૂલ કિંમત રૂ.૧૫ ,૪૦૨ તથા બે પ્લાસ્ટીકની પારદર્શક થેલીઓમાં માંદક પદાર્થ અફીણનાં પોષ ડોડા તથા પડીકીમાં રાખેલ અફીણનાં પોષ ડોડા મળી ફૂલ જથ્થો ૦.૯૮૦ ગ્રામ કિંમત રૂ.૨૯૪૦ તથા વેચાણની રોકડ રકમ રૂ.૫૫૦ તથા મોબાઈલ નંગ ૧ કિંમત રૂ.૫૦૦ સાથે મળી કુલ કિંમત રૂ.૧૯ ,૩૯૨ ના મુદ્દામાલ સાથે મળી આવી ઝડપાઇ જઈ ઉપરોકત મળી આવેલ ગાંજાનો જથ્થો શંકુ બલ્લુભાઇ સુનિલભાઇ રહે.સોરાપાડા, અક્કલકુવાનાઓ પાસેથી લાવેલ હોય તથા ઉપરોકત પોષ ડોડાનો જથ્થો શંકુ રમેશ શેઠ (મારવાડી) રહે.હનુમાન મદિરની ગલી અક્કલકુવા (મહારાષ્ટ્ર) નાઓ પાસેથી લાવી ગુનો કરવામાં એક બીજાની મદદ કરી જેથી પોલીસે શંકુઓને જેલ ભેગા કરી NDPS એકટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *