ધારીની મધ્યસ્થ સહકારી બેન્કની બ્રાન્ચમાં ઘરેણાઓ પર ગોલ્ડલોન મેળવી છેતરપિંડી કરનાર પકડાયો

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી ટીમે ધારી પોલીસ સ્ટેશન ગુનાના કામે પોતાની કાયદેસરની અટક ટાળવા માટે નાસતા ફરતા ઈસમને ચોકકસ બાતમીને આધારે ધારી તાલુકાના બોરડી ગામેથી પકડી પાડવામાં સફળતા મેળવી છે. અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક, ભાડેર બ્રાંચના મેનેજર કમલેશભાઈ મનસુખભાઈ રાખોલીયાએ ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે કે, ઈસમ પરેશ ડાયાવાળા રહે. ભાડેરે પુર્વઆયોજીત કાવત રચી બેંકમાં ખોટા ઘરેણા સાચા તરીકે રજુ કરી બેંકમાંથી રૂ.14,26,000 ઉપરાંતનું ગોલ્ડ લોન તરીકેનું ધીરાણ મેળવી ગેરરીતી આચરી બેંક સાથે છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કર્યો હતો. ઝડપાયેલ ઈસમનું નામ રાજેશ ઉર્ફે રાજુ કેશુ વાઘેલા ઉ.વ.41, રહે. બોરડી તા. ધારી જી. અમરેલી હાલ સુરત ધનમોરા કતાર ગામ શેરી નં.3વાળો ઉપરોકત ગુનાના કામે પોતાની કાયદેસરની અટક ટાળવા નાસતો ફરતો હતો તેને ગઈકાલે તા.29ના રોજ સાંજના અરસામાં અટક કરી વધુ કાર્યવાહી માટે ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો છે. એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ ડી.કે.વાઘેલા અને એલસીબી ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *