ધ્રાંગધ્રાના ચિટીંગ કેસમાં ૪ વર્ષથી ફરાર આરોપી કંસારાને રાજકોટથી પકડી લીધો

વઢવાણ : પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ જિલ્લામાં નાસતા-ફરતા શખ્સોઓ ઝડપી પાડી અસરકારક કામગીરી કરવા માટે પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ. ઇન્સ. વી.આર. જાડેજાને સુચના આપેલ હોય જે સુચના આધારે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં. ૨૯/૨૦૧૫ ઇ.પી.કો. કલમ વગેરે મુજબના ગુન્હાના કામનો છેલ્લા ચાર વર્ષથી નાસતો-ફરતો કેતનભાઇ નવિનભાઇ કરથીયા કંસારા રહે. ધ્રાંગધ્રા, નરશીપરા હાલ રહે રાજકોટવાળાને રાજકોટ ત્રિકોણબાગ પાસેથી ઝડપી ઉપરોકત ગુન્હાના કામે સી.આર.પી.સી. કલમ  આઇ મુજબ ધોરણસર ધરપકડ કરી ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન સોંપી આપવા કાર્યવાહી કરવામાં આવેલ છે. પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગરના પો.હેડ કોન્સ. નિકુલસિંહ ઝાલા તથા અસ્લમખાન મલેક તથા ગુલામરસુલ શેખ તથા પો.કોન્સ. સનતભાઇ ખાચર તથા અજયસિંહ ઝાલા તથા ડ્રા.પો.કોન્સ. અશ્વિનભાઇ વાઘેલા દ્વારા શંકુ ઝડપી પાડવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *