આદિપુરમાં નવપરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

copy image

copy image

આદિપુરના મણિનગરમાં સોનલ માનાં મંદિર પાછળ રહેતી 23 વર્ષીય પરિણીતાએ  સાંજના આરસામાં  કોઈ  અગમ્ય કારણે પોતાના ઘરે પંખામાં ગળેફાંસો ખાઈ લેતાં તેને સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા  હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આદિપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી  હાથ ધરી હતી . ભુજમાં ભાનુશાલીનગરમાં હનુમાન મંદિરની બાજુમાં રહેતા  યુવાને  એ  સાંજના આરસામાં કોઈ  અગમ્ય કારણોસર સેડાતા ગામની નજીક આવેલી સૂર્યા વરસાણી એકેડેમીની પાછળના ભાગે આવેલી બાવળની  ઝાડીમાં ગળેફાંસો ખાઈ લેતાં તેના  બનેવી  સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં ફરજ  પરના  તબીબે મૃત ઘોષિત કર્યા હતા. માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી  હતી