લાકડિયા ઓવરબ્રિજ પાસે ટ્રકની હડફેટે આવતા બાઇકચાલકનું સારવાર હેઠળ મોત

copy image

copy image

રાધનપુર ધોરીમાર્ગ ઉપર લાકડિયા  ઓવરબ્રિજ નજીક ટ્રકે હડફેટે લેતાં ગંભીર ઈજાગ્રસ્ત બાઈક  ચાલકએ ચાલુ સારવારે  આંખો મીંચી લીધી હતી. ગાંધીધામ તાલુકાના અંતરજાળ પાસે અજાણ્યાં  વાહનની  ટક્કરે  શખ્સ નું મૃત્યુ થયું હતું. સૂત્રો દ્વ્રારા મળતી માહિતી મુજબ  , લાકડિયા નેશનલ હાઈવે ઓવરબ્રિજ પાસે ગત તા. 16/5ના સવારે 7.30થી 8 વાગ્યાના   અરસામાં આ બનાવ બન્યો હતો. શખ્સ  મોટરસાઈકલ  લઈને માધાપરથી વડોદરા  જવા નીકળ્યા હતા, તે દરમ્યાન ટ્રકના  ચાલકે તેમને ટક્કર મારી હતી, જેમાં શખ્સને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. અહીં ચાલુ સારવારે ગત તા.18/5ના સાંજે ચાર વાગ્યાના અરસામાં તેમણે દમ  તોડયો હતો.  મૃતકના  માતા એ  અકસ્માત કરનારા ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.