નલિયામાં ઉછીના આપેલા રૂા. 2.50 લાખ પરત ન આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

copy image

copy image

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ધંધા માટે ઉછીના લીધેલા રૂા. 2.પ0 લાખ પરત ન  આપી છેતરપિંડી  કરતાં ફરિયાદ નોંધાવાઈ હતી . આ અંગે નલિયા પોલીસ મથકે  નલિયાના વેપારીએ નોંધાવેલ ફરિયાદ અનુસાર તેમણે નલિયાના શખ્સને તેના ધંધા માટે  ટ્રેઈલર લેવા માટે તા. 9/2/21ના રૂા. બે લાખ અને તા. 22/7/21ના ફરી  રૂા. પ0 હજાર ઉછીના આપ્યા હતા.  ફરિયાદીએ   આરોપી  પાસે ઉછીની આપેલી રકમની માગણી  કરતાં આરોપી   પ0 હજાર અને બે લાખ એમ બે ચેક આપ્યા હતા. ફરિયાદી બેન્કમાંથી ચેકો વટાવી ન શકે તે હેતુથી ઈરાદાપૂર્વક  આરોપીએ બેન્ક  ખાતું બંધ કરાવી ફરિયાદીને ઉછીની રકમ પરત ન આપી આરોપી વિરુદ્ધ  છેતરપિંડી અને  વિશ્વાસઘાત  કર્યાની ફરિયાદ નોંધાવી હતી . નલિયા પોલીસે કલમ 406 અને 420 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી .