ગારીયાધારમાં આઇપીએલના મેચ પર સટ્ટો રમતા ૬ ઇસમો ઝડપાયા

ગારીયાધાર હરીદર્શન કારખાનાં નજીક અમુક શખ્સો ભેગા મળી ઉભાં હોય અને પોતાના મોબાઈલમાં વિવો ટ્વેન્ટી ટ્વેન્ટી આઈપીએલ ૨૦૧૯ ક્રિકેટ મેચમાં સનરાઇઝ હૈદરાબાદ એન્ડ રાજસ્થાન બંને ટીમ વચ્ચે રમાનારી મેચ શરૂ થતાં અગાવ ભેગા મળી પૈસાની લેતીદેતી કરી ક્રિકેટનો સટ્ટો રમવાં ભેગા થયાં હોવાની હકીકત મળેલ હોય જેથી હકીકત વાળી જગ્યાએ દરોડો પાડતા હારૂનભાઇ રહીમભાઇ ધોધારી ઉ.વર્ષ.૩૫, પંકજભાઇ જાનકીદાસ દુધરેજીયા ઉ.વર્ષ ૨૩, અસ્લામભાઇ તાજભાઇ ગાહા ઉ.વર્ષ ૨૨, ઇદ્રીશ ઉર્ફે ઇસાબાપુ ઇસુબભાઇ મટારી ઉ.વર્ષ.૩૬, જીતુભાઈ દેવશીભાઇ ધોળકીયા ઉ.વર્ષ ૨૦, તૌસીફભાઈ કરીમભાઇ પઠાણ ઉ.વર્ષ ૨૯ને પોતાના મોબાઇલ ફોન ઉપર બંને ટીમ વચ્ચે રમાનાર ક્રિકેટ મેચનો સ્કોર ક્રિકેટ લાઈન એપ્લિકેશન દ્વારા અગાવ ભેગા થઇ શખ્સોઓ રન ફેરનાં આંકડા લખી લખાવી કપાત કરી રોકડા રૂ.૨૫,૧૦૦ તથા મોબાઈલ ફોન ૦૫ કિંમત રૂ.૩૦,૫૦૦ તથા કાગળની ચીઠ્ઠી તથા ડાયરી તથા બોલપેન મળી કુલ મુદામાલ રૂ.૫૫,૧૦૦ સાથે ઝડપી પાડી ધરપકડ કરી કાયદેસરની તપાસ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *