અંકલેશ્વર:સુરવાડી ફાટક પાસે મારૂતિવાનમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે એક શખ્સ ધરપકડ

અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળી હતી કે એક મારૂતિવાન નંબર  જીજે 16 બીએન1288માં વિદેશી દારૂ ભરી સુરવાડી ફાટક થઈ ભરૂચી નાકા તરફા જવાની છે. જે આધારે વોચ ગોઠવી બાતમી વાળી મારૂતિવાન નંબર 16 બીએન 1288 સુરવાડી ફાટક નજીક આવતા જ તેને ઘેરી લઈને કારના ચાલકને બહાર કાઢી તેનું નામ પુછતા તેણે પોતાનું નામ શંકરભાઇ ઉર્ફ નરેશ અયપ્પાનાથ ભંડારી ઉવ.૨૮ રહે- હાંસોટ કુંભાર ફળીયુ તા.હાંસોટ જી.ભરૂચનો હોવાનું જણાવ્યું હતું.પોલીસે તેની કારની તલાસી લેતાં તેમાં ગેરકાયદેસર વેચાણ માટે લઈ જવાતા વિદેશી દારૂની ૭૫૦ મીલીની કાચની બોટલ નંગ-૨૪ કિમત રૂ.૯૬૦૦ તથા ૧૮૦ મીલીના કાચની બોટલ નંગ-૨૪૦ કિમત રૂ.૨૪,૦૦૦ ની મળી નાની-મોટી કાચની કુલ બોટલ નંગ-૨૬૪ જેની કુલ કિમત રૂ. ૩૩૬૦૦ અને મારૂતિવાન કાર નંબર જીજે 16 બીએન 1288 જેની કિમત રૂ. આશરે ૮૦,૦૦૦ ગણી કુલ કિમત રૂ. ૧,૧૩,૬૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. અંકલેશ્વર પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી મારૂતિવાન ચાલકની ધરપકડ કરી તેના વિરૂધ કાયદેસરની તપાસ હાથ ધરી હતી.                             

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *