અંજારના વીડી બગીચામાં  યુવાન પર છરીથી હુમલો

copy image

copy image

 અંજાર તાલુકાના વીડી બગીચા ગામનો મારામારીનો વધુ એક  બનાવ પોલીસ ચોપડે ચડયો  હતો, જેમાં  30થી  32 જેટલા શખ્સોએ યુવાનને માર માર્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર  મુંદરા માં  રહેનાર ફરિયાદી  ગત તા. 31-5ના બપોરે મુંદરા  હતો, ત્યારે ફરિયાદીના શેઠનો ફોન આવ્યો હતો.  પોતે અંજાર  હોવાથી ગાડી લઇને મને તેડીજા તેવું કહેતાં ફરિયાદી ગાડી લઇને ત્યાં આવ્યો હતો. જ્યાં તેમના શેઠના  સાળાની વીડીમાં  માથાકૂટ થઇ હોવાથી ત્યાં  બંને જઇ રહ્યા હતા. ત્યાં ઘર આગળ પહોંચતાં આરોપી એ  છરી કાઢી ફરિયાદિના શેઠને  મારવા  જતાં તેવામાં ફરિયાદીએ વચ્ચે હાથ નાખતાં ઇજા થઇ હતી.બાદમાં આરોપી  ત્યાં બંદૂક લઇને આવી ફરિયાદીને  માથામાં  ઊંધી બંદૂક મારતાં તે  નીચે પડી ગયો હતો. બાદમાં ત્રિસેક અજાણ્યા શખ્સોએ તેને માર માર્યો હતો. બનાવમાં ઘવાયેલા  ફરિયાદીને પ્રથમ ગાંધીધામ અને બાદમાં રાજકોટની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .