શો-રૂમમાંથી ચોરેલી ઈનોવા કાર સાથે ૩ ઇસમોને પકડી લેતી આર.આર.સેલ

ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર તથા સ્ટાફના માણસોને નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે નારી ચોકડી નજીકથી ઈસમ તૌસીફભાઇ હુસેનભાઇ પઠાણ ઉ.વ.૨૫ ચિત્રા, આખલોલ જકાત નાકા, હુસૈની ચોક, રોહીત ઘનશ્યામભાઇ શર્મા ઉ.વ. ૨૨, સવગુણનગર, વરતેજ, સચીનભાઇ દિનેશભાઇ બારૈયા ઉ.વ.૨૦, રહેવાસી-વરતેજવાળાઓને ચોરી કરેલ ક્રિસ્ટા કાર આર.ટી.ઓ. રજી નંબર જીજે ૦૪ સીઆર ૪૬૧૯ કિંમત રૂ.૧૭,૨૫,૦૦૦ સાથે પકડી પાડી કાર તસ્કરી બાબતે ખરાઇ કરતા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય જેથી મજકુર શખ્સો વિરૂધ્ધમાં કાયદેસર તપાસ કરી તેને બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે ઉપરોકત ત્રણેય શખ્સો પૈકી તૌસીફભાઇ હુસેનભાઇ પઠાણ ટોયોટો શો રૂમમાં નોકરી કરતો હોય અને જેણે ઉપરોકત કાર સર્વિસમાં આવેલ હોય જેની તસ્કરી કરેલ હતી અને ત્રણેય શખ્સો કાર વેચવાની પેરવીમાં હતા દરમ્યાન પોલીસે આબાદ પકડી પાડેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *