ગાંધીધામમાં પત્તા ટીંચતા વધુ છ ખેલીની ધરપકડ
copy image

ગાંધીધામના સેક્ટર-પાંચ સથવારા કોલોનીમાં પત્તા ટીંચતા 6 શખ્સોને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 21,000 હસ્તગત કર્યા હતા. શહેરના સેક્ટર-પાંચ, પ્લોટ નંબર 199 પાસે સાંજના આરસામાં જુગાર ચાલી રહ્યો હતો, તે દરમિયાન અચાનક પોલીસ ત્રાટકી હતી અને છ શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવતા આ શખ્સો પાસેથી પોલીસે રોકડ રૂા. 21,000 હસ્તગત કર્યા હતા.