નાની અરલમાં આધેડ પાસેથી જમીનમાં દાટેલી દેશી બંદૂક મળી
copy image

નખત્રાણા તાલુકાના નાની અરલમાં આધેડ પાસેથી જમીનમાં દાટેલી દેશી બંદૂક, છરા અને સીસાના ટુકડા મળ્યા હતા . નખત્રાણા પોલીસે બાતમીના આધારે નાની અરલમાં રહેતા 50 વર્ષીય આધેડના ઘર પર દરોડો પાડી તેની પાસેથી સીસા જેવી ધાતુના છરા 54 નંગ, છરા બનાવવા માટે સીસાના અને ગેલ્વેનાઇઝ ધાતુના ટુકડા તેમજ ઘરની પાછળ જમીનમાં દાટેલી હાથ બનાવટની દેશી બંદૂક કિ.રૂા. 2000 મળી આવી હતી. આરોપી વિરુદ્ધ હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી નખત્રાણા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી .