જામનગર એલ. સી. બી. પોલીસે શહેર માં ગે. કા. રિવોલ્વર તેમજ કાર્ટીશ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શરદ સિંઘલનાઓની સુચના તથા એલ.સી.બી.પો.ઇન્સ. શ્રી આર.એ. ડોડીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો આગામી લોકસભાની ચૂંટણી અન્વયે ગેરકાયદેસર ની પ્રવૃતિ કરતા શખ્સો તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા શખ્સોને શોધી કાઢવા અંગે જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર, મહારાજા સોસાયટી નજીક આવતા એલ. સી. બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા હરદિપભાઇ ધાધલને મળેલ આધારે , હુશેની ચોકમાં શખ્સો અજનબીન કરીમભાઈ આરબ રહે . ટીટોડીવાડી, જામનગર મુળ – ભાવનગર વાળાના કબ્જામાં લાયસન્સ વગરની રિવોલ્વર તથા કાર્ટીશ સાથે એકટીવા મોટર સાયકલ સાથે ઝડપી પાડેલ છે. શખ્સોના કબ્જામાંથી એક રીવોલ્વર કિંમત રૂ. ૫૦,૦૦૦ તથા એક જીવતો કાર્ટીશ કિંમત રૂ. ૧૦૦ તથા એકટીવા મોટર સાયકલ જી.જે. ૪ સીકે ૯૩૪૪ કિંમત રૂ. ૨૫,૦૦૦ મળી કુલ રૂ. ૭૫,૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ઇસમોને હથિયાર સપ્લાય કરનાર બાબતે પુછતા સમદભાઇ અબેદભાઇ શેખ રહે . ભાવનગર વાળાએ આપેલ હોવાનું જણાવેલ છે. આ તપાસ પો. ઇન્સ. આર. એ. ડોડીયાની સુચના થી પો. સ. ઈ. આર. બી. ગોજીયા, કે. કે. ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઈ આહીર, સંજયસિંહ વાળા, બસીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ, ખીમભાઇ ભોચિયા,હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાંધલ, વનરાજભાઈ મકવાણા, નિર્મળસિંહ બી. જાડેજા, મીતેશભાઈ પટેલ, બળવંતસિંહ પરમાર, નિર્મળસિંહ એસ. જાડેજા, અજયસિંહ ઝાલા, લક્ષ્‍મણભાઇ ભાટીયા, સુરેશ માલકિયા, ભારતીબેન ડાંગર, એ. બી. જાડેજા તથા અરવીંદગીરી વગેરે દ્વારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *