ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી કે.એચ.ચૌધરી સાહેબ તથા HCપી.કે.ગામેતી તથા PCમયુરસિંહ કે ગોહિલ તથા PCશકિતસિંહ જે સરવૈયા તથા પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે ગારિયાધાર પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન PCશકિતસિંહ જે સરવૈયા તથા PCમયુરસિંહ કે ગોહિલ નાઓની સંયુકત ખાનગી રાહે હકિકત મળેલ કે ગારીયાધાર હરીદર્શન કારખાનાં નજીક અમુક શખ્સો ભેગા મળી ઉભાં હોય અને પોતાના મોબાઈલમાં વિવો ટ્વેન્ટી ટ્વેન્ટી આઈપીએલ ૨૦૧૯ ક્રિકેટ મેચમાં સનરાઇઝ હૈદરાબાદ એન્ડ રાજસ્થાન બંને ટીમ વચ્ચે રમાનારી ટ્વેન્ટી-ક્રિકેટ મેચ શરૂ થતાં અગાવ ભેગા મળી પૈસાની લેતીદેતી કરી ક્રિકેટનો સટ્ટો રમવાં ભેગા થયાં હોવાની હકીકત મળેલ હોય જેથી હકીકત વાળી જગ્યાએ દરોડો કરતા મજકુર શખ્સોહારૂનભાઇ રહીમભાઇ ધોધારી ઉ.વર્ષ.૩૫,રહે અર્જુન સિનેમા સામે ગારીયાધાર, પંકજભાઇ જાનકીદાસ દુધરેજીયા ઉ.વર્ષ ૨૩, રહે નવાગામ મફતનગર ગારીયાધાર, અસ્લામભાઇ તાજભાઇ ગાહા ઉ.વર્ષ ૨૨,રહે નવાગામ રોડ બ્રહ્મમાણીનગર ગારીયાધાર, ઇદ્રીશ ઉર્ફે ઇસાબાપુ ઇસુબભાઇ મટારી ઉ.વર્ષ.૩૬,રહે મેસણકા-તા.ગારીયાધાર, જીતુભાઈ દેવશીભાઇ ધોળકીયા ઉ.વર્ષ ૨૦,રહે નવાગામ રસ્તા મફતનગર ગારીયાધાર, તૌસીફભાઈ કરીમભાઇ પઠાણ ઉ.વર્ષ ૨૯,રહે મેઇન બજાર રતન વિડિયો વાળી શેરી ગારીયાધાર, પોતાના મોબાઇલ ફોન ઉપર બંને ટીમ વચ્ચે રમાનાર ક્રિકેટ મેચનો સ્કોર ક્રિકેટ લાઈન એપ્લિકેશન દ્વારા અગાવ ભેગા થઇ શખ્સોઓ રન ફેરનાં આંકડા લખી લખાવી કપાત કરી રોકડા રૂ.૨૫,૧૦૦ તથા મોબાઈલ ફોન ૦૫ કિંમત રૂ.૩૦,૫૦૦ તથા કાગળની ચીઠ્ઠી તથા ડાયરી તથા બોલપેન મળી કુલ મુદામાલ રૂ.૫૫,૧૦૦ સાથે ઝડપી પાડી ધરપકડકરી PSI શ્રી કે એસ ચૌધરી સાહેબ, HC પી.કે.ગામેતી, HC ડી કે ગઢવી, PC શકિતસિંહ જયવંતસિંહ સરવૈયા, PC મયુરસિંહ કે ગોહિલ, PC જે એમ ડાંગર કાયદેસરની તપાસ કરેલ.