રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના હોય જે બાબતે જેતપુરો તાલુકા પોલીસ પો.સબ.ઈન્સ.શ્રી એસ.વી.ગોજીયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ પો.હેડ. કોન્સ ભુરાભાઈ માલીવાડ તથા પો.હેડ.કોન્સ. વિજયસિંહ જાડેજા તથા પો.કોન્સ નિલેશભાઈ ડાંગર તથા પો.કોન્સ. રાજુભાઈ શામળા તથા પો.કોન્સ. રવીરાજસીંહ ઝાલા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમીયાન ખાનગી રાહે પો.કોન્સ નિલેશભાઈ ડાંગર ને મળેલ હકીકત આધારે પેઢલા ગામ પાસે ને.હા. રોડ નજીક જાહેરમાં ક્રીકેટ મેચના ખેલાડીઓના રન ચેન્જ પર જુગાર રમતા 10 શંકુ રહે બધા પેઢલાવાળાઓને રોકડા રૂપિયા 12,240 સાથે મળી આવતા મજકુરો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસર ની તપાસ કરેલ છે કામગીરી કરનાર ટીમ આ કામગીરીમાં પો.સ.ઈ. એસ.વી. ગોજીયા તથા પો.હેડ. કોન્સ ભુરાભાઈ માલીવાડ તથા પો.હેડ.કોન્સ. વિજયસિંહ જાડેજા તથા પો.કોન્સ નિલેશભાઈ ડાંગર તથા પો.કોન્સ. રાજુભાઈ શામળા તથા પો.કોન્સ. રવીરાજસીંહ ઝાલા જોડાયા હતા.