જુગાર રમતા સાત ઇસમોઓને ઝડપી પાડતી મોરબી એલ.સી.બી.

હળવદ તાલુકાનાં ટિકર ગામે નાનજીભાઈ ધનજીભાઇ ચાવડાના રહેણાકમાં ગંજીપતાના પાના વડે જુગાર રમતા ઇસમો નાનજીભાઇ ધનજીભાઇ ચાવડા રહે.ટીકર મેઇનબજાર. તા.હળવદ, ઈશ્વરભાઈ કાશીરામભાઈ સિણોજીયા રહે.માનગઢ તા.હળવદ, કરમશીભાઈ હરજીભાઇ હડીયલ રહે. ટીકર બસ સ્ટેન્ડ, પાસે હળવદ, પ્રેમજીભાઈ વીરજીભાઈ એરવાડીયા રહે , ટીકર. સરવાસ તા.હળવદ, મનસુખભાઈ ઉર્ફે મંત્રી બેચરભાઈ એરવાડીયા રહે ,ટીકર, રતીલાલ રામજીભાઇ એરવાડીયા રહે.ટીકર, સંજયભાઈ શંકરભાઇ એરવાડીયા રહે.ટીકર તા.હળવદ જી.મોરબી વાળાને રોકડ રૂ.૧,૮૬,૦૦૦ તથા ગંજીપતાના પાના નંગ-૫૨ વગેરે મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ. ૧,૮૬,૦૦૦ સાથે ઝડપી પાડી સાતેય ઇસમોઓ વિરુદ્ધ હળવદ પોલિસ સ્ટેસનમાં જુગારધારા મુજબનો ગુનો નોંધણી કરાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *