ગાંધીધામમાં ઓઇલ તસ્કરીના કૌભાંડને CID દ્વારા ઝડપી પાડ્યો

ગાંધીધામમાં CID ની ટીમે ઓઇલ તસ્કરીના કૌભાંડમાં 13 જેટલા ઇસમોઓની અટક કરી લેવામાં આવી હતી, આ ઇસમોઓ 2 કરોડના મુદ્દામાલ સાથે CID દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. CIDની ટીમ દ્વારા કુલ 7.50 લાખ જેટલી રોકડ રકમ પણ જપ્ત કરી લેવામાં આવી હતી. કુલ 6 જેટલા ટેન્કર, ઓઇલ ડ્રમ અને તસ્કરીના સાધનો પણ કબ્જે કરી લેવામાં આવ્યા હતા. અટક કરાયેલા કુલ 13 ઇસમોઓમાંથી 6 ઇસમોઓને મુખ્ય સુત્રધાર હોવાનું જાણવા મળ્યું છે, હજુ પણ માસ્ટર માઇન્ડ ભરત આહીર CID ની પહોંચથી ફરાર છે. રિપોર્ટ મુજબ ટેંકરોને ગાંધીધામની ખુલ્લી જગ્યામાં લાવવામાં આવતી હતી, ત્યાર બાદ આ ટેંકરોમાંથી ડબ્બાઓમાં ઓઇલ ઠાલવવામાં આવતું હતું. આ રીતે તસ્કરીની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો. દિવસ દરમિયાન 40 થી 50 ટેંન્કરો ભરીને ઓઇલ લઈ જવામાં આવતું હતું. જાણવા મળ્યું હતું કે આ ઇસમોઓ ગાંધીધામ, કંડલા અને અંજારમાં આવેલી ઓઇલ કંપનીઓમાંથી ઓઇલની તસ્કરી કરી નીકળતા હતા. આ ઓઇલ તસ્કરીનો સિલસિલો ઘણા લાંબા સમયથી ચાલતો હોવાનું માલૂમ પડ્યું છે, આ ઘટનામાં જેતે કંપનીના માલિકોની પણ મિલી ભગત હોવાની આશંકાઓ પણ વર્તાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *