જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શરદ સિંધલનાઓની સુચના તથા એલ.સી.બી.પો.ઇન્સ. આર.એ.ડોડીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના માણસો આગામી લોકસભાની ચુંટણી અન્વયે ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા શખ્સો તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા શખ્સોને શોધી કાઢવા અંગે જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન કાલાવડ નાકા બહાર, મહારાજા સોસાયટી પાસે એલ.સી.બી.સ્ટાફ ભગીરથસિંહ સરવૈયા તથા હરદિપભાઇ ધાધલને બાતમી મળેલ કે, હુશેનીચોકમાં અબનબીન કરીમભાઇ આરબ રહે. ટીટોડીવાડી, જામનગર, મુળ ભાવનગર વાળાના કબ્જામાં લાયસન્સ વરગની રિવોલ્વર તથા કાર્ટીશ એકટીવા મોટર સાયકલ સાથે ઉભેલ છે. તેવી હકિકત આધારે હુશેનીચોકમાં દરોડો કરી શખ્સોના કબ્જામાંથી એક રીવોલ્વર કિંમત રૂ.પ૦,૦૦૦ તથા એક જીવતો કાર્ટીશ કિંમત રૂ.૧૦૦ તથા એકટીવા મોટર સાયકલ જી.જે.૪ સીકે ૯૩૪૪ કિંમત રૂ. રપ,૦૦૦ મળી કુલ રૂ.૭પ,૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી પો.હેઙકોન્સ. હરપાલસિંહ સોઢાની ફરીયાદ આધારે એ.એસ.આઇ. સંજયસિંહ વાળાએ અટક કરી કાયદેસર તપાસ કરેલ છે શખ્સને હથિયાર સપ્લાય કરનાર બાબતે પુછતા સમદભાઇ અબેદભાઇ શેખ રહે. ભાવનગરવાળાએ આપેલ હોવાનું જણાવેલ છે.