Skip to content
મોરબી : હળવદ તાલુકાના ટીકર ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારના હાટડા પર એલસીબીએ દરોડો કરી સાત ઇસમોને પકડી લીધા હતા. મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાદ્યેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજાની સુચનાથી એલ.સી.બી. ટીમ હળવદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમિયાન હળવદ તાલુકાના ટીકર ગામે આવેલ નાનજીભાઈ ઘનજીભાઈ ચાવડાના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલ નાનજીભાઈ દ્યનજીભાઈ ચાવડા, ઈશ્વરભાઈ કાશીરામભાઈ સીણોજીયા, કરમશીભાઈ હરજીભાઈ હડીયલ, પ્રેમજીભાઈ વિરજીભાઈ એરવાડીયા, મનસુખભાઈ ઉર્ફે મંત્રી બેચરભાઈ એરવાડીયા, રતિલાલ રામજીભાઈ એરવાડિયા અને સંજયભાઈ શંકરભાઈ એરવાડિયાને રોકડ રકમ રૂ.૧,૮૬,૦૦૦ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.