કચ્છના રણ માર્ગે દારૂ ભરેલી ગાડી ઉપર એસ.એમ.સી. ટીમ ત્રાટકી

copy image

copy image

કચ્છનાં નાનાં રણમાં વરણુ ગામથી વાછરાદાદા મંદિર તરફ  જતા ચાર રસ્તા ઉપર દારૂ ભરેલી ગાડી આવતી હોવાની બાતમીના આધારે એસ.એમ.સી. પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે નિશાન ટેરેનો ગાડીને રોકાવીને તપાસ હાથ ધરી હતી, તેમાં બોક્સમાં દારૂ ભરેલો મળી આવ્યો હતો. ગણતરીના અંતે ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બોટલ તથા બિયરના ટીન સાથે કુલ 1005 મળી હતી, જેની કિંમત રૂા. 1,65,180 આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં નિશાન ટેરેનો ગાડી કિં.રૂા. ત્રણ લાખ, એક મોબાઈલ ફોન કિં.રૂા. 5 હજાર સાથે કુલ રૂા. 4,70,180ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ  થઈ હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમ્યાન દારૂનો વેપાર કરનારો મુખ્ય આરોપી દિલીપ પોપટજી ઠાકોર (રહે. ભલગામ, તા. કાંકરેજ), દારૂનો જથ્થો લેનારા આરોપી તથા દારૂની ગાડી આપવા આવેલો અજાણ્ય શખ્સો અને ગાડીના માલિકની સંડોવણી  ખૂલી હતી, જેને પકડવા માટે  ચક્રો ગતિમાન કરાયા છે.