ભચાઉ તાલુકાના મનફરામાં  આવેલી એક વાડીમાં અચાનક આગ લાગતાં ટ્રીપલાઈન તથા સરસામાન સળગી ગયો

aaga

copy image

copy image

ભચાઉ તાલુકાના મનફરા વાડીવિસ્તારમાં આવેલી એક વાડીમાં અચાનક આગ લાગતાં ટ્રીપલાઈન તથા સરસામાન સળગી ગયો હતો. મનફરા વાડી વિસ્તારમાં આવેલી એક વાડીમાં ગત તા. 7/6ના સાંજના  7 વાગ્યાના  અરસામાં આગનો બનાવ બન્યો હતો. આ વાડીમાં ખેડૂતે નવી ટ્રીપલાઈન રાખી હતી, જેમાં શોર્ટસર્કિટ અથવા વધુ તાપમાનનાં કારણે આગ લાગતાં અગ્નિશમન દળને જાણ કરાઈ હતી. અગ્નિશમન દળ તથા વાડીમાં રહેલા લોકોએ પાણીનો મારો ચલાવી બે કલાક બાદ આગને કાબૂમાં લીધી હતી. આગના આ બનાવમાં રૂા. 5 લાખની નુકસાનીનો અંદાજ આંકવામાં આવ્યો હતો. ખેડૂતએ પોલીસને બનાવની જાણ કરી હતી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.