અંજાર 40 લાખની લૂંટ પ્રકરણમાં વધુ બે શખ્સોની   અટક

copy image

copy image

અંજારમાં મહાવીર ડેવલોપર્સ રૂા. 40 લાખની લૂંટના પ્રકરણમાં પોલીસે છ આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરને પકડી પાડયા બાદ અન્ય બે શખ્સની ધરપકડ કરતાં બંનેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. અંજાર લૂંટ પ્રકરણનો ભેદ ઉકેલી લઇ પોલીસે છ આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરને ઝડપી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી લૂંટમાં ગયેલા 40 લાખ, 10 મોબાઇલ, બે બાઇક જપ્ત  કરવામાં આવ્યા હતા. હાથમાં ન આવેલા શખ્સોને પકડી પાડવા પોલીસે દોડધામ આદરી હતી અને આ બંને શખ્સને ઝડપી લેવામાં આવ્યા હતા. અંજારથી લૂંટ કરી આ શખ્સો મુંદરાના વાંકી તરફ નાસ્યા હતા ત્યારે રસ્તામાં વીડી-દેવરિયા નજીક બાવળની ઝાડીઓમાં દસ્તાવેજ ભરેલા ત્રણ થેલા ફેંકી દીધા હતા. આ ત્રણેય થેલા પોલીસે જપ્ત કર્યા હતા. પકડાયેલા આ બંને શખ્સને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતા બંનેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.