કંડલામાં અજાણ્યા વાહને હડફેટે લેતાં યુવાનનું મોત નીપજયું

dead-body-floor-60202053

copy image

copy image

કંડલામાં જીરો પોઇન્ટ સર્કલ પુલીયા પાસે ઉભેલા યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધું હતું. જેમાં યુવાનને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. મૂળ રાપરનાં કાનમેર હાલે ગાંધીધામનાં યાદવનગર માં રહેતા મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીનાં પતિ કંડલામાં જીરો પોઇન્ટ સર્કલ પુલીયા પાસે ઉભા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. જેમાં ફરિયાદીનાં પતિને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેથી ફરિયાદીએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.