ગાગોદર ગામમાંથી પીજીવીસીએલના ૪૫૦૦ મીટર વાયરની તસ્કરી

chori

copy image

copy image

રાપર તાલુકાના ગાગોદર ગામે પીજીવીસીએલના ફીટ કરાયેલા વીજ વાયરમાંથી તસ્કર રૂ.૭૨,૦૦૦ની કિંમતના ૪૫૦૦ મીટર વાયરની ચોરી કરી ગયાની ફરિયાદ ગાગોદર પોલીસમાં નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.પ્રાપ્ત માહિતી મુજબ રાપર તાલુકાના ગાગોદર ગામે પી.જી.વી.સી. એલ. દ્વારા ફીટ કરવામાં આવેલા વીજ વાયરની લાઈનમાંથી ગાગોદર ગામથી એક કિ.મી. દૂર આવેલ નેશનલ હાઈવેથી મોજરમાર વાડી વિસ્તારમાંથી તસ્કર રૂ.૭૨ હજારની કિંમતનો ૪૫૦૦ મીટર વીજ વાયર ચોરી ગયાની ફરિયાદ રાપર પીજીવીસીએલના નાયબ ઈજનેરએ ગાગોદર પોલીસમાં નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.