સામખિયાળી નજીક કારથી ટક્કર મારી યુવાનને પાડી દઈ હુમલો
copy image

સામખિયાળી નજીક સુરજબારીપાટિયા પાસે બાઈક પર જતા બે યુવાનની કાર વડે ટક્કર મારી નીચે પાડી દઈ કારમાંથી ૪ શખ્સો નીચે ઉતરી યુવાન પર લાકડી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. જેથી ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. સાઈડ કાપવા બાબતે મનદુઃખ રાખી હુમલો ભચાઉનાં શિકારપુરમાં રહેતા શખ્સએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, ફરિયાદી અને તેમના ફોઈનો પુત્ર બાઈકથી લગ્ન પ્રસંગમાં મોરબીથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અગાઉ સાઈડ કાપવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી સુરજબારી ગામના પાટિયા પાસે આરોપી પોતાની કાર વડે ફરિયાદીની બાઈકને ટક્કર મારી નીચે પાડી દીધો હતો અને આરોપી સાથે અન્ય 3 શખ્સો કારમાંથી નીચે ઉતરી ફરિયાદી પર લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને હાથ અને માથાનાં ભાગે ઈજાઓ પહોંચી હતી. જેથી ફરિયાદીએ ચારેય આરોપી વિરુદ્ધ સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.