આદિપુરમાં છરીના ઘા ઝીંકી પત્નીની હત્યા

copy image

copy image

 આદિપુરમાં  રૂપિયાની માગણી મુદ્દે તથા પોતાની પત્નીના આડા સંબંધ અંગે શંકા-વહેમ રાખી  પત્ની ઉપર છરી  વડે આડેધડ હુમલો કરી તેના પતિએ તેની  પત્નીની   હત્યા કરી હતી. પતિના હાથે પત્નીની હત્યાના  આ બનાથી  ભારે અરેરાટી  પ્રસરી હતી. આદિપુરમાં બેવાળી, લેબર કેમ્પ વિસ્તારમાં આવેલા રૂમ નંબર 18માં  સવારના આરસા માં આ હત્યાનો  બનાવ બન્યો હતો. અંજારમાં રહેતા ફરિયાદી  ના ત્રણ સંતાનો પૈકી બે મોટા પુત્ર અને સૌથી નાની  દીકરી  હતા. આ યુવતીએ ગત ઓકટોબર 2021માં આદિપુર રહેતા શખ્સ  સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં.  આરોપીની  આર્થિક  પરિસ્થિતિ બરાબર ન હોઇ અને કામધંધો કરતો ન હોવાથી દીકરીનો ઘરસંસાર બરાબર ચાલે અને જમાઇ બરાબર ધંધો કરી શકે તે હેતુથી ફરિયાદીએ દોઢેક વર્ષ પહેલાં જમાઇને રિક્ષા લેવડાવી આપી હતી અને મહિનાના રૂા. 6000 ભાડું  ફરિયાદી ને આપવાનું નક્કી થયું હતું, પરંતુ દોઢ વર્ષમાં 90,000 થયા છતાં આરોપીએ ફરિયાદીને પૈસા આપ્યા નહોતા, જેથી ફરિયાદીએ પોતાની દીકરીના ઘરે જઇ જમાઇ પાસે આ બાકી નીકળતા પૈસાની માંગ વારંવાર કરી હતી. જ્યારે આરોપી રૂપિયા થશે તો આપી દેવાની વાત કરતો હતો. તે દરમ્યાન ગત તા. 9/6ના સાંજના ફરિયાદી પોતાની  દીકરીના ઘરે જમાઇ  પાસે  પૈસાની વાત કરી હતી ત્યારે આરોપી ઉશ્કેરાઇ ગયો હતો. ફરિયાદી ત્યાંથી નીકળતાં તેમની દીકરી  તેમની પાસે જઇ રૂપિયાની માગણી કરવા આવો છો તે મારા પતિને ગમતું નથી, જે અંગે તે મારી સાથે વારંવાર ઝઘડો કરે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી આડા સંબંધ અંગે શંકા-કુશંકા કરી મને વારંવાર પરેશાન કરે છે તેવું જણાવ્યું હતું. બાદમાં  સવારે  ફરિયાદી પોતાની દુકાને હતા ત્યારે તેમની દીકરીની હત્યા કરી નાખી હોવાનો ફોન આવ્યો હતો.  પતિએ ઉશ્કેરાઇ  જઇને  પોતાની  પત્ની ઉપર છરી વડે  આડેધડ હુમલો કર્યો હતો જેમાં આ યુવતીને ગળા, હાથ, પેટ, પીઠ, માથાંમાં ગંભીર  ઇજાઓ  પહોંચતાં તેનું મોત થયું હતું. હત્યાના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.