કંડલા નજીક અજાણ્યાં વાહનના હડફેટે આવતા યુવાનનું મોત
કંડલામાં ઝીરો પોઇન્ટ સર્કલ પુલિયા પાસે ઊભેલા યુવાન ને અજાણ્યાં વાહને હડફેટમાં લેતાં આ યુવાનને જીવ ગુમાવ્યો હતો. યુવાન ગત તા.9/6ના વહેલી સવારે કંડલા ઝીરો પોઇન્ટ સર્કલ પુલિયા પાસે ગાંધીધામ જતા રોડ, પુલિયા ઊતરવાની જગ્યાએ ઊભો હતો, તે દરમ્યાન કોઇ અજાણ્યાં વાહને આ યુવાનને હડફેટમાં લેતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. હિટ એન્ડ રનના આ બનાવમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ આ યુવાનના પત્ની એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. .