ભુજના ASIની  લાશ રાજસ્થાનની નદીમાંથી મળતા ચકચાર

copy image

copy image

પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી જી.ઇ.બી.ના કમ્પાઉન્ડમાં આવેલા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જી.યુ.વી.એન.એલ.) એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા યુવા પોલીસ કર્મચારીનું  સવારના આરસામાં  માદરે વતન રાજસ્થાનના  સૈલારી ગામના ટાપુ ગામની નદીમાં મૃતદેહ મળ્યાના સમાચાર કચ્છમાં મળતાં અરેરાટી  પ્રસરી ગઇ હતી . ભુજના  પ્રમુખસ્વામી નગરમાં રહેતા અને ધાર્મિક-સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લઇને બહોળું મિત્રવર્તુળ ધરાવતા પોલીસ કર્મી ના પિતા પણ પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા. પ્રાપ્ત માહિતી મુજબ  સન 1996માં પોલીસ ખાતામાં ભરતી  થયા અને 28 વર્ષથી ફરજ બજાવતા હતા. આકસ્મિક મૃત્યુ અંગે પુચ્છા કરતાં હજુ ચોક્કસ કારણ સામે નથી આવ્યું,  પણ જમીન  બાબત અને અંગત અદાવતના કારણે ખૂન થયું હોવાની ચર્ચા થવા મંડી હતી. 10 દિવસની રજામાં  અને  પરિવારના વડીલ સદસ્યની મરણવિધિમાં આ પોલીસ કર્મી સામેલ થવા વતન ગયા હતા. મોટાભાઇ  શિક્ષક અને  નાનાભાઇ એક  સારા પેન્ટર તરીકે ભુજમાં નામના મેળવી છે અને પેન્ટર બાપુ તરીકે ઓળખાય છે.  પોલીસબેડાંમાં  શોકનું મોજું ફરી વળ્યું હતું .