અંજારમાં બે ચોરાઉ બાઇક સાથે એક ઈસમ ઝડપાયો
અંજારના હોથી ફળિયામાં ઇસમને પુર્વ કચ્છ પોલીસે બાતમીના આધારે ચોરી કે છળકપટથી મેળવેલા બે બાઇક સાથે પકડી લઇ વધુ તપાસ માટે અંજાર પોલીસને સોંપ્યો હતો. શાળા નંબર-9 પાસે વાગડીયા ચોક નજીક હોથી ફળિયામાં રહેતા શખ્સએ બાઇક પોતાના ઘર પાસે રાખ્યા છે. આ બાતમીના આધારે તેના રહેણાક મકાનમાં દરોડો પાડી રૂ.30,000 ની કિંમતના બે નંબર પ્લેટ વગરના ચોરાઉ બાઇક મળી આવતાં તેની ધરપકડ કરી વધુ તપાસ માટે અંજાર પોલીસને સોંપ્યો હતો.