રતાડિયા પાસે  ટ્રેઈલર-ડમ્પરના અકસ્માતમાં યુવાનનું કરૂણ મોત

copy image

copy image

મુન્દ્રા તાલુકાના રતાડિયા નજીક ટ્રેઇલર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કોટડા ચકારનો નવલોહિયો યુવાન મોતને ભેટ્યો હતો.પોલીસ મથકેથી ભોગગ્રસ્ત યુવાનના પિતાની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત માહિતી  મુજબ ઉપરોક્ત બનાવ રવિવારે રાત્રે એક વાગ્યાના અરસામાં મુન્દ્રા- ગાંધીધામ ધોરીમાર્ગ પર રતાડિયા નજીક શિવમ હોટલની સામેના ભાગે બન્યો હતો.જેમાં રોડ પર પુરપાટ વેગે જઈ રહેલા ટ્રેઇલરના ચાલકે બેદરકારી પૂર્વક અચાનક બ્રેક મારતાં પાછળ આવી રહેલ ડમ્પર ધડાકાભેર તેના પાછળના ભાગે ઘુસી ગયું હતું.અને તેના ચાલકને માથાના ભાગે ગંભીર ઇજજાઓ થતાં તેને તાત્કાલિક ધોરણે મુન્દ્રા સીએચસીમાં સારવાર માટે ખસેડાયો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.બનાવને પગલે પ્રાગપર પોલીસે ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.