નોકરીમાંથી નામ કાઢવાની શંકા રાખી વેલસ્પનના કર્મચારી પર હુમલો
અંજારના વરસામેડીની સીમમાં આવેલી વેલસ્પન કંપનીમાં નોકરી કરતા કર્મચારી ઉપર તે મને નોકરીમાંથી કેમ કાઢ્યો કહીને હુમલો કરાયો હોવાની તા.8/6 ના બનેલી ઘટનામાં ઉપરી અધિકારી સાથે ચર્ચા કરી અંતે ફરિયાદ નોંધાવાઇ હતી. વેલસ્પન કંપનીના તમામ એસોશીએટના પગારની જવાબદારી સંભાળતા શખ્સે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા.8/6 ના સવારે પોણા નવ વાગ્યાના અરસામાં તેઓ પોતાના સહકર્મચારી સાથે ઈન્ડીયા કોલોનીથી પગપાળા નોકરી પર જઇ રહ્યા હતા. તેઓ ડબલ્યુ ગેટ પાસે પહોંચ્યા ત્યારે કંપનીમાં જ નોકરી કરતા મીઠા પસવારીયાના શખ્સ મળ્યા હતા અને તેમણે મારૂં પંચીંગ કેમ નથી લાગતું તે મને નોકરીમાંથી કાઢી નાખ્યો છે કહેતાં તેમણે તમે રજા પર હતા પણ લીવ નહીં લીધી હોય કહેતાં તેણે ઉશ્કેરાઇ મેં લીવ નાખી હતી કહી જેમ તેમ બોલતા તેને આવુ બોલવાની ના પાડતાં તેણે ધક બુશટનો માર મારી આ બાબતે ઉપરી અધિકારીને જાણ કરી તેમની સાથે પણ વાત કરતાં તેમને પણ મારી નાખવાની ધમકી આપી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું