ભચાઉના ચાંદરોડી-જૂના કટારીયાની 3 પવનચક્કીમાં તોડફોડ સાથે દોઢ લાખની માતાની ચોરી

copy image

copy image

વાગડ પંથકમાં પવનચક્કીમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ભચાઉમાં ચાંદરોડી અને જૂના કટારીયાની 3 પવનચક્કીમાં તોડફોડ સાથે દોઢ લાખની ચોરી થઈ છે. ભચાઉ તાલુકાના ચાંદરોડી અને જૂના કટારીયા સીમમાં આવેલ અલગ અલગ ત્રણ પવનચક્કીમાંથી ચોરી અને તોડફોડ થતાં લાકડીયા પોલીસ સ્ટેશનમાં શિકારપુરમાં રહેતા સિક્યુરિટીએ ફરિયાદ નોંધાવી હતી. ગત તારીખ 29 મે અને 4 જુનના રાતના આરસામાં એક કરતાં વધારે ઇસમોએ પવનચક્કીની ઓરડીના તાળા તથા પવનચક્કીના ટ્રાન્સફોર્મરના કોપર વાયર તેમજ અન્ય પવનચક્કીના ઇલેક્ટ્રીક સાધનો મળી કુલ ₹1,52,750 ના મુદ્દામાલની ચોરી કરી હતી તેમજ પવનચક્કીના ટ્રાન્સફોર્મરના ઓઇલ ઢોળી વાયરો કાપી સાધનોમાં નુકસાન પણ પહોંચાડયું હતું.આ ત્રણેય ચોરી રાતના સમયે થઈ છે તેમજ ચોરી થયેલ મુદ્દામાલ વજનદાર હોવાથી એક કરતાં વધારે માણસોએ મળીને ચોરીને અંજામ આપ્યો હોવાનું અનુમાન કરવામાં  આવે છે.આ બાબતે લાકડીયા પોલીસમાં ફરિયાદ દાખલ થતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.