મીઠીરોહરની ઈલીયાસ કંપનીમાં કલર કામ કરતાંયુવાનનું નીચે પટકાતાં યુવાનનું મોત

copy image

ગાંધીધામના મીઠીરોહરમાં આવેલી ઈલીયાસ કંપનીમાં કલર કામ કરી રહેલા યુવાન નીચે પટકાતા તેનું મોત નિપજ્યું હતું.ગાંધીધામના બી ડિવિઝન પોલીસ મથકે થયેલી અકસ્માત મોતની થયેલી નોંધ અનુસાર 22 વર્ષીય યુવાન તા. 10/6ના સાંજના સમયે ઈલીયાસ કંપનીમાં કલર કામ કરતો હતો ત્યારે અચાનક પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. ઉદ્યોગોમાં ૩૫ શ્રમિકોની સુરક્ષા અંગે અગાઉ પણ પ્રશ્નો ઉઠતા રહ્યા છે. ત્યારે તે દિશામાં તપાસ આદરાય તે જરૂરી છે.