`દારૂ વેચશ’ તેમ કહી મેઘપરમાં બે શખ્સો  યુવાનને પોલીસ મથકે લઇ ગયા

અંજારના મેઘપર બોરીચી નજીક નવકાર ઇન્ડસ્ટ્રીઝ સામે એક યુવાનને `તું દારૂ વેંચે છે’ કહી તેને દારૂનો કોથળો પકડાવી પોલીસ મથકે લઇ જવાયો હતો. આ પ્રકરણમાં બે શખ્સો  વિરુદ્ધ અપહરણ સહિતની કલમો હેઠળ  ગુનો નોંધાયો હતો.  સામે  પક્ષે યુવાન વિરુદ્ધ દારૂનો ગુનો દર્જ કરાયો હતો. અંજારના વિજયનગરમાં રહેનાર ફરિયાદી  પોતાના કૌટુંબિક ભાઇના  ઘરે  મેઘપર બોરીચીમાં લખુબાપાનગરમાં `દારૂ વેચશ’ તેમ કહી ગયો હતો. સાંજના ભાગે આ બંને નવકાર ઇન્ડસ્ટ્રીઝ કંપની સામે બેઠા હતા. ત્યારે શખ્સ ચા લેવા ગયો હતો. બે શખ્સો ત્યાં આવી `તું દારૂ વેંચે છે’ તેમ કહી આ યુવાનને માર મારી બાઇકમાં બેસાડી દારૂનો કોથળો તેના હાથમાં આપી અંજાર પોલીસ મથકે લઇ ગયા હતા આ બંને વિરુદ્ધ પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી બાજુ આ બંનેએ યુવાનને પોલીસ મથકે રજૂ કરતા શખ્સ  વિરુદ્ધ દેશી દારૂ અંગે  ગુનો નોંધાયો હતો. જેમાં એક આરોપી નાસી ગયો હતો. બંને કેસમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.