Crime જામનગરમાંથી રિવોલ્વર, કારતૂસ સાથે એક ઇસમની કરાતી અટક 6 years ago Kutch Care News જામનગરમાં એલસીબીએ મૂળ ભાવનગરના એક ઈસમને રૂ. 50,000 ની રિવોલ્વર તથા એક જીવંત કારતૂસ સાથે ઝડપી પાડી હથિયાર આપનાર ઇસમનું એનએમ ઓકવ્યું છે. જામનગરમાં એલસીબી દ્રાર કરવામાં આવી રહેલા પેટ્રોલીંગમાં ટીમના ભાગીરથસિંહ તથા હરદીપ ઘાઘલને બાતમી મળી હતી કે હુસેની ચોકમાં એક ઈસમ રિવોલ્વર સાથે રખડી રહ્યો છે. ઉપરોક્ત બાતમીના આધારે એલસીબીના કાફલાએ કલાવાડ નાકા બહાર આવેલી મહારાજ સોસાયટી પાસેના હુસેની ચોકમાં વોચ ગોઠવી હતી. આ વેળાએ ત્યાંથી જીજે 4 સીકે 9344 નંબરના એક્ટિવા પર પસાર થયેલા મૂળ ભાવનગરના રહેવાસી અને હાલમાં ટીટોડીવાડીમાં રહેતા અબનબીન કરીમભાઇ આરબ નામના ઇસમને રોકાવી ટ્રની તપાસ લેવાતા આ ઇસમના કબજામાંથી એક રિવોલ્વર, કારતૂસ,એક્ટિવા મળી કુલ રૂ. 75,150 નો મુદામાલ જપ્ત કરી ગુનો નોંધાવ્યો છે. આ ઇસમની પુછપરછ હાથ ધરાતા તેણે આ હથિયાર ભાવનગરના સમદ અબેદ શેખ પાસેથી મેળવ્યું હોવાની કબુલાત આપી છે. આ તપાસમાં પીઆઇ આર.એ ડોડીયા, પીએસઆઈ કે.કે ગોહિલ, પીએસઆઈ આર.બી. ગોજિયા, ટીમના જયુભા ઝાલા, વસરામભાઈ, બશીરભાઈ, લક્ષ્મણ ભાટિયા, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, શરદ પરમાર, નાનજી પટેલ, દિલિપ તલાવડીયા, ફિરોઝ દાળ, ખીમજીભાઈ ભોચિયા, લાભુભાઈ ગઢવી, મિતેશ પટેલ, ભાગીરથસિંહ, હરદીપ ઘાઘલ, સંજયસિંહ વાળા, નિર્મળસિંહ બી. જાડેજા, નિર્મળસિંહ એસ જાડેજા, બળવંતસિંહ પરમાર, હિરેન વરણવા, પ્રતાપ ખાચર, સુરેશ માલકિયા, અજયસિંહ ઝાલા, એ.બી. જાડેજા, અરવિંદગીરી, ભારતીબેન ડાંગર સાથે રહ્યા હતા. Continue Reading Previous કાર્ગો આઝાદનગરમાંથી રૂ. 3,500નો શરાબ મળ્યો આરોપી ફરારNext પાટણ શહેરમાં જુગારના ત્રણ દરોડામાં 20 ઇસમો પકડાયા More Stories Breaking News Crime Kutch વધુ એક હનીટ્રેપનો કિસ્સો આવ્યો સપાટી પર : ગાંધીધામના આધેડને હનીટ્રેપમાં ફસાવી 23 લાખ રૂપિયા પડાવનાર ટોળકી ઝડપાઈ 19 hours ago Kutch Care News Breaking News Crime Kutch દુધઇ નજીક ટેન્કર સાથે ટ્રેઇલર ધડાકાભેર અથડાતાં સર્જાયો અકસ્માત : અકસ્માતના 21 કલાક બાદ પણ ટ્રાફિક જામ 20 hours ago Kutch Care News Breaking News Crime Kutch માંડવીમાં વીજચોરી સામે આવતા 12.71 લાખની દંડનીય કાર્યવાહી કરાઈ 20 hours ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.