કચ્છડો ફરી વિશ્વમાં છવાયો; વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં કચ્છનાં સ્મૃતિવનને મળ્યું સ્થાન

આપણા કચ્છએ ફરી વિશ્વમાં ગુજરાત અને ભારતનો ડંકો વગાડયો. UNESCO ના આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું. ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે.