કલોલ : સાંતેજ ગામની સીમમાં આવેલા ગૌચરમાં પોલીસે દરોડો કરી જુગાર રમતા સાત ઇસમોને રંગે હાથે પકડી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત છ મોબાઇલ ફોન અને બે બાઇક મળી કુલ ૧.૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી જુગારીઓ સામે કાયદેસરની તપાસ કરી હતી. સાંતેજ ગામની સીમમાં આવેલા ગૌચરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરી જુગાર રમતા સંજયજી શકરાજી ઠાકોર, આસિફ શેરમહમદ જોજે, લાલાજી જુહાજી ઠાકોર, ઇરફાન જાવિદ જોજે, ભરતજી રામાજી ઠાકોર, જ્ઞાનેન્દ્ર ઉર્ફે રવિ કમલસિંગ ઐયર, ઉમેદજી ગલાજી ઠાકોરને રંગે હાથે પકડી લીધા હતા. પોલીસે સ્થળ પરથી ૪૦,૭૦૦ની રોકડ તથા છ નંગ મોબાઇલ ફોન અને બે બાઇક મળી કુલ રૂ. ૧,૧૩,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.