ગાંધીધામના ટ્રાન્સપોર્ટ નગરમાં જાહેરમાં શરાબનું વેંચાણ કરતા શંકુને 30 ક્વોટરીયા સાથે એ ડિવીઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. તો જીઆઈડીસી અને ત્રણવાળીમાં પોલીસે દેશી દારૂની બદી પર દરોડા પાડીને જથ્થો કબ્જે કર્યો હતો. ટ્રાન્સપોર્ટ નગરમાં સી.જે. શાહ પેટ્રોલપંપની બાજુમાં આવેલા જનરલ સ્ટોરની સામે જાહેર સ્થળ પર રહિને આનંદ બચ્ચા પ્રસાદ સીન્હાને દારૂનું વેંચાણ કરતા પકડી પડાયા હતા. કાર્યવાહી કરતા તેમની પાસેથી સીલબંધ 30 નંગ ક્વોટરીયા પકડાયા હતા. પોલીસે 3 હજારનો મુદામાલ કબ્જે કરીને તેની પ્રોહીબીશનનાધારા હેઠળ ધરપકડ કરી હતી. તો આદિપુરના ત્રણ વાળી વિસ્તારમાં લખનભાઈ ધનજીભાઈ કોલીની પલ્સર બાઈક પલ્સર જીજે 12 સીઈ 7203 પર32 શરાબની થેલી લઈને જતોપકડાઈ ગયો હતો. પોલીસે બાઈક સાથે કુલ 30,160નો મુદામાલ કબ્જે કર્યો હતો. તો અન્ય કાર્યવાહીમાં ક્રિષ્ણા પેટ્રોલપંપ પાછળ જીઆઈડીસી વિસ્તારમાં પ્રવિણભાઈ આલુભાઈ કોલીને બે લીટર દેશી દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો હતો.