આદિપુરના પેટ્રોલપંપ નજીક ગત સપ્તાહે રાખેલી મોટરસાઈકલને કોઇ અજાણ્યા ઇસમો ઉઠાવીને લઈ ગયા હતા. આદિપુર પોલીસ સ્ટેશને જયેશભાઈ ઉદાસીએ ફરિયાદ લખાવી હતી. કે તેમણે ગત તા.25/03ના સવાર થી સાંજ સુધીના અરસામાં આદિપુરમાં આવેલા જનતા પેટ્રોલપંપ નજીક તેમની પલ્સર મોટર સાઈકલ જીજે 12 એએસ 6120 ને પાર્ક કરેલી હતી, જેને કોઇ ઇસમો ઉઠાવી ગયા હતા. 15 હજારની બાઈકની તસ્કરીની ફરિયાદ પોલીસે નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી.