ગાંધીધામ : અંજાર તાલુકાનાં ભાદ્રોઈ ગામના જમીન પ્રકરણમાં નાસતા ફરતા ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. નાસતા ફરતા ઇસમોને પકડનાર એક ટીમ અંજાર બાજુ હતી. દરમ્યાન બાતમીના આધારે ગંગા નાકા નજીકથી ભાદ્રોઈના બેચરા દેવા રબારી, સાકરા ઉર્ફે આસા દેવા રબારી, અને સાજણ શંકુ રબારીને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઇસમો તેમજ અન્યો વિરૂધ્ધ એક વર્ષ પહેલા અંજાર પોલીસમાં ફરિયાદ થઈ હતી. ત્યાંથી આ ઇસમો નાસતા ફરતા હતા. આ ચારેય પાછા અંજાર આવતા પોલીસ સંકજામાં આવી ગયા હતા.