ગાંધીધામ : રાપર તાલુકના નંદાસર ગામ વાડી વિસ્તારમાંથી એલસીબીએ એક ઈસમને દેશી બંદૂક સાથે ઝડપી પાડ્યો હતો. આગામી ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગેરકાયદેસર હથિયારો રાખતા શખ્સો ઉપર સ્થાનિક ગુનાશોધક શાખા વોચ રાખી રહી છે. દરમ્યાન એલસીબીને બાતમી મળતા આ ટીમ નંદાસર સીમ વાડી વિસ્તારમાં ઘૂસી ગઈ હતી. અહીં રહેતા કાનજી અરજણ કોળીને ઝડપી પાડી તેના કબ્જામાંથી હાથ બનાવટની દેશી બંદૂક રાપર પોલીસને સોંપી દેવાયા હતા.