ભરૂચના મુખ્ય માર્ગ એવા એસટી ડેપો સામે આવેલ જિલ્લા પચાયત શોપિંગ સેન્ટરમાં તસ્કરોએ તરખાટ મચાવી દુકાનના શટરની ઉપર થી અંદર પ્રવેશી લાખોની મતાની તસ્કરી કરી ફરાર થયાના સમાચારે પોલીસને પણ દોડતી કરી પોલીસ પેટ્રોલીંગના ઘજાગરા ઉડાડ્યા હોવાના બનાવે દુકાનદારોમાં ભયની લાગણી ફેલાવા પામી હતી. ભરૂચના મુખ્ય માર્ગ પર આવે જિલ્લા પંચાયત શોપીંગ સેન્ટરમાં આવેલ ચાર જેટલી દુકાનોને તસ્કરોએ નીશાન બનાવી શટરના ઉપરના ભાગેથી પ્રવેશી દુકાનમાં રહેલ આશરે ૫૦,000 ની મત્તાની ૩૦ જેટલી બેગો તેમજ અન્ય સામાનની ચૂરી કરવા સાથે ચોરોએ દુકાનની અંદર રહેલા સી.સી.ટી.વી કેમેરા પણ તોડી નાખી લાખોની મત્તાની તસ્કરી કરી ફરાર થઈ જવાનો બનાવ બનતા આસપાસના દુકાનદારોમાં દેહશત ફેલાવા પામી હતી. આ બાનાવની જાણ દુકાનના માલિકોને થતાં તેઓ તાત્કાલિક દુકાને દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.