સાવરકુંડલમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો દુકાનદાર પકડાયો
સાવરકુંડલના મહુવા રસ્તા ઉપર એક દુકાનદારને આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા પોલીસે રોકડ રકમ રૂ. 87,000 સાથે પકડી લેતા સટ્ટાખોરોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત વિગત અનુસાર સાવરકુંડલના મહુવા રસ્તા ઉપર પ્રેસ માર્કેટમાં સનાતન પેટ્રોલિયમ નમણાઈ દુકાન ધરાવતા સંદિપ કાંતિલાલ કોટેચા નામના ઇસમને હાલ ચાલી રહેલી આઇપીએલ 20-20 ક્રિકેટ મેચમાં દિલ્હી અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઈ રહેલી મેચમાં મોબાઈલ ફોનમાં જુદા જુદા એપ્લીકેશન ઉપર સટ્ટો રમાડતા પોલીસે રોકડ રકમ રૂ. 77,500 તેમજ મોબાઈલ, ટીવી સહિત કુલ રૂ. 87,700 ના મુદામાલ સાથે ઓનલાઈન સટ્ટો રમાડતા પકડી પાડેલ હતો. પ્રાથમિક પુછપરછ દરમ્યાન આ ઇસમે દિપક મશરૂ ઉર્ફે ડીડી નામના ઈસમ પાસેથી ઓનલાઈન જુગાર રમાડતો હોવાનું જણાવેલું હતું.